VGSTS2018 Roadshow

VGSTS2018 Roadshow

 

 

S V Innovation Foundation દ્વારા Vibrant Gujarat Start up and Technology Summit, 2018 ની જાગૃતિ ના ભાગ રૂપે રોડ શો નું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત સરકાર દ્વારા આગામી તારીખ ૧૧, ૧૨, અને ૧૩ ઓકટોબર ૨૦૧૮ ના રોજ વાઈબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ અપ ટેકનોલોજી સમિટ નું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગ અંતર્ગત તારીખ ૭ સપ્ટેમ્બર ૨૦૧૮ ના રોજ કડી સર્વ વિશ્વવિદ્યાલય ના એલ ડી આર પી કેમ્પસ ખાતે રોડ શો અને જાગૃતિ અભિયાન નું આયોજન કરવામાં આવેલ હતું.

 

પ્રસંગોચિત ઉદબોધન માં એસ વી ઇનોવેશન ફાઉન્ડેશન ના સીઈઓ, ડો. ભાવિન પંડ્યા એ સ્ટાર્ટ અપ સમિટ માં ભાગ લેવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યાં હતા. એસ વી ઇનોવેશન ફાઉન્ડેશન વિવિધ પ્રવૃતિઓ દ્વારા મુખ્ય આઈડિયા ને પ્રોટોટાઇપ લેવલ સુધી પોહ્ચાડીને ગવર્મેન્ટ અને ઇન્ડસ્ટ્રી કમિશ્નર ડીપાર્ટમેન્ટ સાથે મળીને ગ્રાન્ટ પૂરી પાડવામાં વિદ્યાર્થીઓને મદદ કરે છે.

 

એસ વી ઇનોવેશન ફાઉન્ડેશન અંતર્ગત વાઈબ્રન્ટ ગુજરાત સમિટ હેઠળ ૫૫ જેટલા સ્ટાર્ટઅપ રજીસ્ટર્ડ થયેલ છે. આ તમામ ને સંસ્થા ના ચેરમેન શ્રી વલ્લભભાઇ એમ.પટેલ એ શુભેચ્છા પાઠવી હતી. જાગૃતિ અભિયાન અંતર્ગત જોઈન્ટ કમિશ્નર ઓફ ઇન્ડસ્ટ્રીઝ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત, શ્રી આર ડી બારહત સાહેબે વાઈબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ અપ ટેકનોલોજી સમિટ ૨૦૧૮ વિષે વિસ્તૃત માહિતી આપી હતી. ERNST AND YOUNG ના સીનીયર કન્સલ્ટન્ટ, શ્રી અરુનીકા કરમાકર એ વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત ગ્રાન્ડ ચેલેન્જ વિષે માહિતી આપી હતી તેમજ શ્રી પ્રભાત મહતો સાહેબ એ વાઈબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ અપ હેઠળ અલગ અલગ થીમ વિષે માહિતી આપી હતી.

 

આ પ્રસંગે કડી સર્વ વિશ્વવિદ્યાલય માં ઇન ચાર્જ વાઇસ ચાન્સેલર ડો. ગાર્ગી રાજપરા, એક્ઝામ કંટ્રોલર પ્રોફેસર.પી.કે શાહ અને પ્રોફેસર કેયુર શાહ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડો. ભાવિન પંડયા ના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ કો-ઓરડીનેટર પ્રોફેસર કૃપા મેહતા અને ડો સબીના ખાન તેમજ ૨૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહજભેર ભાગ લઇ કાર્યક્રમને ખુબ જ સફળ બનાવ્યો હતો.

admin